યુક્રેન યુદ્ધમાં વધુ એક ભારતીયનું મોત, નાગરિકોને પરત મોકલવાની ભારતની માગણી

યુક્રેન યુદ્ધમાં વધુ એક ભારતીયનું મોત, નાગરિકોને પરત મોકલવાની ભારતની માગણી

યુક્રેન યુદ્ધમાં વધુ એક ભારતીયનું મોત, નાગરિકોને પરત મોકલવાની ભારતની માગણી

Blog Article

યુક્રેન સામેના યુદ્ધ માટે રશિયન આર્મીમા કામ કરતાં કેરળના વધુ એક વ્યક્તિના મોતને ભારતના વિદેશ મંત્રાલયે મંગળવારે પુષ્ટી આપી હતી અને રશિયન આર્મીમાં કામ કરતાં તમામ ભારતીય નાગરિકોને વહેલાસર સ્વદેશ મોકલવાની માગણીનો પુનરોચ્ચાર કર્યો હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે “આ મુદ્દો મોસ્કોમાં રશિયન સત્તાવાળાઓ તેમજ નવી દિલ્હીમાં રશિયન એમ્બેસી સમક્ષ મજબૂત રીતે ઉઠાવવામાં આવ્યો છે. અમે બાકીના ભારતીય નાગરિકોને વહેલી તકે મુક્ત કરવાની અમારી માંગનો પુનરોચ્ચાર કર્યો છે.”

કેરળના બિનીલ ટીબી નામના ઇલેક્ટ્રિશિયન યુક્રેનના પ્રદેશમાં હવે રશિયન નિયંત્રણ હેઠળ ક્યાંક ફસાયા પછી યુદ્ધના ક્ષેત્રમાં મૃત્યુ પામ્યા હતા. બિનિલના પિતરાઈ ભાઈ જૈન ટીકે ઘાયલ થયા હતાં, જેઓ બંને સાથે રશિયા ગયા હતા. બિનિલ (32) અને જૈન (27) ITI મિકેનિકલ ડિપ્લોમા ધારક છે અને 4 એપ્રિલે રશિયા ગયા હતા, જ્યાં તેઓ ઇલેક્ટ્રિશિયન અને પ્લમ્બર તરીકે કામ કરવાની આશા રાખતા હતા.

જોકે આગમન પર તેમના ભારતીય પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા હતા, અને ત્યારબાદ તેમને રશિયન લશ્કરી સહાય સેવાના ભાગ રૂપે યુદ્ધ ક્ષેત્રમાં તૈનાત કરવામાં આવ્યા હતા,

બીનિલ ટીબી કેરળના ત્રિશૂર જિલ્લાના વડક્કનચેરીનો રહેવાસી હતો. જયારે ઘાયલ થયેલા વ્યક્તિની ઓળખ જૈન ટીકે (ઉંમર 27 વર્ષ) તરીકે થઈ છે. જે પણ આ જ વિસ્તારનો રહેવાસી છે.

થોડા દિવસો પહેલા બીનિલના પરિવારને માહિતી મળી હતી કે ડ્રોન હુમલામાં બે લોકો ઘાયલ થયા છે. પરંતુ પરિવારના સભ્યો તેમનો સંપર્ક કરી શક્યા ન હતા. બીનિલ અને જૈનના સંબંધી સનિશે જણાવ્યું હતું કે, ‘બીનિલની પત્ની જોસી મોસ્કોમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે અને તેમને આ માહિતી ત્યાંથી મળી છે.

બિલીન કેરળનો બીજો વ્યક્તિ છે કે જે રશિયન સેના માટે લડતા મૃત્યુ પામ્યો છે. તેને મિલિટ્રી સપોર્ટ સ્ટાફની નોકરી માટે રશિયન સેનામાં ભરતી કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે ઓગસ્ટમાં સંદીપ નામના એક વ્યક્તિનું પણ ડ્રોન હુમલામાં મોત થયું હતું. સંદીપ પણ ત્રિશૂરનો રહેવાસી હતો.

Report this page